ગુજરાતી આવૃત્તિ
" જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત "
મે માસની પહેલી તારીખ અને વર્ષ 1960 ના રોજ ભારત દેશમાં 2 નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોને સ્વતંત્ર રાજ્ય તરીકે દરરજો મળ્યો. આજે આ ગુજરાત સ્થાપના દિન પર બે રાજ્યોની રચના માટે તેની પાછળ થયેલા પ્રયત્નો અને એમાં પણ ગુજરાત માટે ની વાત જાણવા મળશે.
![]() |
| ભારતનો નકશો વર્ષ 1956(www.mapsofindia.com) |
આ સ્વતંત્ર રાજ્ય ના સ્વપ્ન ની શરૃઆત મહાગુજરાત આંદોલનથી થઇ હતી. મહાગુજરાત આ શબ્દમાં સમાવેશ થાય છે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ભૂમિનો જ્યાં ગુજરાતી ભાષા નો ઉપયોગ થાય છે. વર્ષ 1937માં કરાચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં લેખક શ્રી કનૈયાલાલ મુન્શીએ મહાગુજરાત શબ્દ આપ્યો હતો.
જયારે વર્ષ 1947 માં ભારત આઝાદ થયું તે પછી ભાષા પ્રમાણે રાજ્યોના વિભાજનની માંગ કરવામાં આવી. તે સમયે વર્ષ 1948માં ભાષાવિષયક પ્રાંત કમિશનના અહેવાલ અનુસાર, ભાષાના પ્રમાણે પ્રાંતની રચના ભારત રાષ્ટ્ર માટે હિતાવત નથી એવું જાહેર કરવામાં આવ્યું.
થોડાક સમય પછી આંધ્ર કાર્યકરોના પ્રયાસથી વર્ષ 1953માં આંધ્ર રાજ્યની રચના થઇ અને આખા દેશમાં ભાષાકીય રાજ્યોની માંગણી કરતા આંદોલનો ફરી શરૂ થયા. આથી ભાષાકીય રાજ્યોના નિર્માણ ના અહેવાલ બનાવવાં માટે રાજ્યના પુનર્ગઠન પંચ (એસઆરસી) ની નિમણૂક કરી અને એ અહેવાલ મુજબ ભાષીય ધોરણે રાજ્યની રચના કરી શકાય પણ બોમ્બે રાજ્યને દ્રીભાષિય રાજ્ય રાખવું જોઈએ અને વિસ્તૃત કરવું જોઈએ. આ ભલામણનો વિરોધ થયો અને બોમ્બે શહેરના આર્થિક અને વિશેષ મૂલ્યોને લીધે બંને રાજ્યો તેને પોતાનો ભાગ રાખવાની માંગ કરતા પરિસ્થિતિ વધુ જટિલ બની હતી.
સંઘર્ષને હલ કરવા માટે જવાહરલાલ નહેરુ દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્ર શાસિત બોમ્બેમાં શાસન કરાયેલ રાજ્ય એવા 3 રાજ્યોનું સૂચન કરવામાં આવ્યું. સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં મરાઠી ભાષી જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્યની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયું. પછીના સમયમાં આંદોલનો, પ્રદર્શનો અને સ્વયં લાદેલુ જનતા કર્ફ્યુ જેવી ઘટનાઓ સામે આવી. મુંબઈ અને ડાંગના વિવાદમાં ચર્ચાથી એ નક્કી થયું કે મુંબઈ મહારાષ્ટ્રમાં અને ડાંગ ગુજરાતમાં રાખવામાં આવશે.
આ બધી પ્રક્રિયા પછી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંતે લાંબા આંદોલન બાદ નવા 2 રાજ્યો ની રચના માટે સંમત થયા. 1 મે 1960 ના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે નવા રાજ્યોની રચના કરવામાં આવી. સફળ થયેલા મહાગુજરાત જનતા પરિષદનો અંત થયો. જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા અને તેમની આગેવાનીમાં પ્રથમ સરકારની રચના કરવામાં આવી.
સંઘર્ષને હલ કરવા માટે જવાહરલાલ નહેરુ દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્ર શાસિત બોમ્બેમાં શાસન કરાયેલ રાજ્ય એવા 3 રાજ્યોનું સૂચન કરવામાં આવ્યું. સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં મરાઠી ભાષી જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્યની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયું. પછીના સમયમાં આંદોલનો, પ્રદર્શનો અને સ્વયં લાદેલુ જનતા કર્ફ્યુ જેવી ઘટનાઓ સામે આવી. મુંબઈ અને ડાંગના વિવાદમાં ચર્ચાથી એ નક્કી થયું કે મુંબઈ મહારાષ્ટ્રમાં અને ડાંગ ગુજરાતમાં રાખવામાં આવશે.
![]() |
| મહારાષ્ટ્રનો જિલ્લા સાથેનો નકશો (www.mapsofindia.com) |
|
| ગુજરાતનો જિલ્લા સાથેનો નકશો (www.mapsofindia.com) |
ગુજરાત વિશે જાણકારી
→ "જય જય ગરવી ગુજરાત" આ કવિતા ગુજરાતી કવિ નર્મદાશંકર દવે દ્વારા લખાયેલી છે. તે ગુજરાત સરકારની વિધિઓ દરમિયાન રાજ્ય ગીત તરીકે ઉપયોગમાં લેવાય છે.
→ ગુજરાત દેશના પશ્ચિમી દરિયાકાંઠે આશરે 1600 કિલોમીટર નો તટ ધરાવે છે જે અન્ય કોઈપણ રાજ્ય કરતા વધારે છે.
→ તે જમીનક્ષેત્રમાં ભારતનું પાંચમાં ક્રમનું મોટું રાજ્ય અને વસ્તી પ્રમાણે નવમું સૌથી મોટું રાજ્ય છે
→ ગુજરાત રચના સમયે 17 જિલ્લા હતા અને હાલમાં 33 જિલ્લા તથા 252 તાલુકા છે. જેમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે.
→ ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેર ભારતનું પ્રથમ યુનેસકો હેરીટેજ શહેર બન્યું.
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હશે હેલાતી, તેના તેજ પ્રફૂલ્લ પ્રભાત:
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શોર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાતી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !



