Thursday, April 23, 2020

01 History And Basics Of Gujarati Language

  ગુજરાતી આવૃત્તિ

                  "અધૂરો ઘડો છલકાય ઘણો" આ એક ગુજરાતી કહેવત સમજાવે છે કે ઓછો જ્ઞાની વ્યક્તી બોલે વધુ અને નાટક કરે કે એને બંધુ આવડે. આ ગુજરાતી કહેવત થી વિચાર આવે કે આ ભાષા પણ કેટલી વિશેષ છે તેથી જ આપણે આજે ગુજરાતી ભાષા ના ઇતિહાસ અને ઉદ્ભવ ની જાણકારી મેળવીશું. 


    ઉદ્ભવ ની વાત કરીયે તો આ ભાષા ઈન્ડો-આર્યન શાખા ની સભ્ય છે. જે મુખ્ય તો ઈન્ડો-યુરોપિયન ભાષાઓ માંથી ઉદ્ભવે છે. ગુજરાત રાજ્યમાં મુખ્ય ભાષા તરીકે તેનો ઉપયોગ પણ થાય છે અને ભારત ની 22 અધિકૃત ભાષાઓ માં પણ સમાવેશ થાય છે.ભારત માં વધુ બોલાતી ભાષામાં તે છઠ્ઠા અને દુનિયામાં 26માં ક્રમાંકે આવતા ની સાથે દુનિયાના અલગ-અલગ ભાગોમાં આ ભાષાનો ઉપયોગ થાય છે 

     સમય સાથે આ ભાષાનો ઉપયોગ પણ ત્રણ ઐતિહાસિક તબ્બકામાં થયો જેમ કે 01)જૂના ઈન્ડો-આર્યન સમયમાં વૈદિક અને કલાસિક સંસ્કૃત 02)વચગાળાના ઈન્ડો-આર્યન સમયમાં વિભિન્ન પ્રાકૃત અને અપભ્રમશ 03)નવા ઈન્ડો-આર્યન સમયમાં આધુનિક ભાષા જેમ કે હિન્દી,પંજાબી, બંગાળી વગેરે.

     12મી સદીમાં આનું પ્રથમ વ્યાકરણ પુરોગામી લખાયેલ છે. પણ સાહિત્યો બધા મોટાભાગે 17મી સદીમાં શરૂ થાય છે.પછીથી નરસિંહ મહેતાથી લઈને મહાત્મા ગાંધી સુધીના વિદ્વાનો દ્વારા અલગ કૃતિઓ રચવામાં આવી. આ ભાષાને પણ અન્ય નાગરી લેખનની જેમ લખી શકાય અને દેવનાગરી લિપિ જેવી શબ્દરચના છે. જ્યાં શબ્દ ઉપરની આડી લીટી હટાવી અને અમુક ફેરફાર સાથે અલગ પડે છે. 


   ગુજરાતીમાં આવેલ 12 સ્વર એ મૂળાક્ષરો નો  મૂળ ભાગ છે. તેમજ આ મૂળાક્ષરોમાં 34 વ્યંજન પણ આવેલા છે તે પણ સ્વરોની સહાયથી બનેલા છે 

ગુજરાતી શબ્દભાષામાં પ્રાદેશિક તફાવતોને કારણે ભિન્ન પ્રકારની પ્રમાણિત બોલીઓ પણ આવેલી છે 
🍋 માનક ગુજરાતી જે મુંબઈ અને અમદાવાદમાં બોલાય તેમજ સૌરાષ્ટ્રમાં બોલાય તે. 
🍋 ગામડિયામાં અમદાવાદી અને સુરતી તથા ગ્રામ્ય, પાટની, પાટીદારી, ચરોતરી, વડોદરી વગેરે.
🍋કાઠિયાવાડી પ્રદેશમાં ભાવનગરી, ગોહિલવાડી, હાલારી, ઝાલાવાડી અને સોરઠી. 
🍋 ક્ચ્છની બોલી એ ગુજરાતી અને સિંધીનું મિશ્રણ જેવું છે જેને મેંમોની પણ કહેવાય છે. 
🍋 આ સિવાય ખારવા, કાંકરી, તારીમુખી અને પારસી પણ ગુજરાતી બોલીના પ્રકાર છે.



    અંતે ગર્વની વાત એ પણ છે કે ગુજરાતી એ મહાત્મા ગાંધી "રાષ્ટ્રપિતા" અને સરદાર વલ્લભભાઈ પટેલ "લોખંડીપુરુષ" આ મહાપુરુષો ની માતૃભાષા છે 

--------------------------------------------------------------------------------------------------------------------------

English Version

                           "અધૂરો ઘડો છલકાય ઘણો" In this Gujarati sentence words explains that "A person with half knowledge speaks more and pretend that he knows more than others" So after reading this sentence one thought comes in mind that how precious the Gujarati language. So today we are going to know about the history and origin of the language.


         Origin of the Gujarati is from member of Indo-Aryan language, Which is part of Indo-Uropian language as origin. In Gujarat state Gujarati represents as main language and it is included in 22 official language of India. Gujarati is 6th most widely spoken language and stand at 26th number in term of most spoken in world. There are so many people speaking this language in different parts of the world. 

       The traditional practice of language is on the basis of three historical stages are as scheduled 01) Old Indo-Aryan times with vedic and classical Sanskrit  02) Middle Indo-Arya times with various prakrits and apabhramshas 03) New Indo-Aryan times with modern languages such as HindiPunjabiBengalietc.

 The first grammar of a precursor of Gujarati was written in the 12th century. The literature records of Gujarati were mostly started back to the 17th century. The language was later developed by writers and scholars such as Narasimha Mehta to Mahatma Gandhi. Similar to other nagari writing systems it can be written and It is a variant of the Devanagari script, differentiated by the loss of the characteristic horizontal line running above the letters and by a small number of modifications in the other characters.  


      Vowels are the basic part of an alphabet in Gujarati language with total 12 number of vowels. There are mainly 34 consonants in Gujarati Alphabet and All are made by the help of vowels.

Gujarati has various type of dialects respect to the widespread regional differences.
🍋 Standard Gujarati which is speaking in mumbai, ahmedabad and saurastra.
🍋 In gamdiya region amdavadi and surati, As well as gramya, patni, patidari, charotari, vadodari etc.
🍋 In kathiawadi region bhavnagari, gohilwadi, halari, zalalvadi and sorthi.
🍋 dialects from kutch region is mixture of Gujarati and sindhi. which is known as memoni.
🍋 Apart from above all there is kharva, kankari, tarimukhi and parsi are different dialect of gujarati.


        In the end, There is one matter of pride that Gujarati language is mother tongue of two legendary personalities, who is mahatma gandhi, the "father of nation " and sardar vallabhbhai patel, the "iron man of india".

2 comments:

02 About the formation of Gujarat state

ગુજરાતી આવૃત્તિ                                         " જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત "        મ...